જામનગરમાં લમ્પી વાઈરસની વૅક્સિનમાં પાણીનું મિશ્રણ કરીને પશુઓને અપાતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જેમાં બે તબીબોની ઑડિયો ક્લિપ વાયરલ થયા બાદ કોંગ્રેસ આક્રામક થઈ ગઈ છે. બીજી તરફ રાજ્યના મંત્રી રાઘવજી પટેલે વાયરલ ઓડિયોની તપાસના આદેશ આપ્યા છે.